રેશ્મા પટેલે અનામત આંદોલન વખતે શહીદ થયેલા પાટીદાર યુવકોના પરિવારજનોને ન્યાય તેમજ બિન અનામત આયોગ અને નિગમમાં રહેલી ત્રુટીઓ દૂર કરવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો તે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયે અમદાવાદ કલેકટર, અમદાવાદ પોલીસ કમિશનર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવને જરૂરી કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ઉપરાંત રેશમા પટેલ આંદોલન ના કરે તેના માટે જરૂરી કાર્યવાહી કરવી તે અંગે પણ નિર્દેશો આપ્યા હતા.
2/4
આંદોલન છોડીને ભાજપમાં જોડાયા બાદ પોતાની રજૂઆતો ભાજપનું મોવડીમંડળ અને સરકારમાં બેઠેલ ભાજપના જ મંત્રીઓ અને મુખ્યમંત્રી નહિ સાંભળતા હોવાથી નારાજ થયેલી રેશ્મા પટેલે એક પત્રકાર પરિષદ બોલાવીને ભાજપ વિરુદ્ધમાં નિવેદનો આપ્યા હતા. જેમાં તેણે ભાજપને વિકાસની નહીં વિનાશની રાજનીતિ કરનાર પાર્ટી ગણાવી દીધી હતી, સાથે જ ભાજપ પર વોટબેન્કની રાજનીતિ કરવાના અને જુઠ્ઠાણું ફેલાવવાના આરોપ પણ લગાવી દીધા હતા.
3/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સાથે જે તે સમયે સંકળાયેલા અને ત્યાર બાદ ભાજપમાં જોડાઈ ગયેલા રેશ્મા પટેલના બાગી બોલ સામે આવ્યા છે. રેશ્મા પટેલે ભાજપનો ખેસ ધારણ કરીને નિવેદન આપ્યું છે કે, “ભાજપની રાજનીતિ વિકાસની રાજનીતિ નહીં,વિનાશની રાજનીતિ છે. ભાજપ વોટ બેંકની રાજનીતિ કરે છે અને સરકાર જુઠાણાઓ ફેલાવે છે. ભાજપનો ખેસ પણ મને આંદોલન કરતાં રોકી શકે નહીં તેમ રેશ્મા પટેલે જણાવ્યું હતું.”
4/4
રેશ્મા પટેલે એમ પણ કહ્યું કે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું એ તેનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટી નો ખેસ તેને આંદોલન કરતા નહીં રોકી શકે. ત્યારે આ બાગી તેવર બાદ રેશ્માની માંગણીઓ બાબતે રાજનીતિ ગરમ થાય તેવી શક્યતા છે.