સેક્રેડ ગેમ્સની બીજી સીઝન પણ સસ્પેન્સથી ભરેલી હશે. ટીઝરમાં એક ડાયલોગ છે કે આ વખતે ભગવાન પણ પોતાની જાતને બચાવી નહીં શકે.
2/4
સપ્ટેમ્બરમાં સેક્રેડ ગેમ્સનુ ટીઝર રિલીઝ થયું હતું. Netflix પર સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે. સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સેક્રેડ ગેમ્સની બીજી સીઝનનું ટીઝર મૂક્યું હતું.
3/4
શુક્રવારે અભિનેતા માંડવીમાં વેબ સીરિઝનું શૂટિંગ કરવા માટે આવી પહોંચ્યો હતો. શુક્રવારે માંડવી બીચ અને શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસનું શૂટિંગ પતાવીને અભિનેતા હોટલ ખાતે પરત ફર્યો હતો. બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન કચ્છ આવી પહોંચતા તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
4/4
ગાંધીધામ: બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન નેટફ્લિક્સની વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'ની બીજી સિઝનનું શૂટિંગ કરવા કચ્છનો મહેમાન બન્યો છે. નવાઝુદ્દીન અને સૈફ અલી ખાનની આ વેબ સીરિઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સીરિઝમાં અભિનેતા સૈફઅલી ખાન પોલીસનો રોલ કરી રહ્યો છે.