છોટાઉદેપુરઃ છોટાઉદેપુરની કોલેજીયન યુવતીએ ત્રણ દિવસ પહેલા રાહુલ ભરવાડ નામના યુવકની પજવણીથી પરેશાન થઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે પાર્વતી ભીલ નામની યુવતીને પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતાં જો સંબંધ ન સ્વીકારે તો તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપનાર રાહુલે આ ઘટના પછી આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2/3
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના સ્થળે નજીકના ગામના માછીમારી રહેલા છોકરાઓએ ગઈકાલે કારમાંથી ઉતરી કેનાલમાં કૂદકો મારતા યુવકને જોયો હોય તેવું જાણવા મળ્યું છે. હાલ તો રાહુલ ભરવાડનો મૃતદેહ મળ્યો નથી, પરંતુ ઘટના સ્થળેથી મળેલી તમામ બાબતો ઉપરથી આરોપી રાહુલ ભરવાડે આત્મહત્યા કરી હોય તેવી આશંકા પ્રબળ બની છે. જોકે, પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
3/3
પાર્વતીએ રાહુલ ભરવાડ નામના યુવાન દ્વારા હેરાન કરાતા તેને દવા પીને આત્મ હત્યા કરાયાના બીજા દિવસે જ આરોપી રાહુલ ભરવાડે કેનાલમાં ભૂસકો માર્યો હોવાની આશંકા છે. બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલનાં કિનારે આરોપી રાહુલ ભરવાડની વર્ના કાર મળી આવી છે. કારમાંથી ઝેરની એક ભરેલી અને એક ખાલી બોટલ, મોબાઈલ અને બુટની સાથે સાથે પાર્વતી ભીલની ત્રીજા સેમેસ્ટરની માર્કશીટ પણ મળી આવી છે. જેને લઇ રાહુલ ભરવાડે કેનાલમાં ભૂસકો માર્યો હોવાની આશંકા પ્રબળ બની છે. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.