શોધખોળ કરો
'ઉદેપુર જઇશ તો મને શાંતિથી કોલેજ નઇ જવા દે અને રસ્તામાં ઊભી રાખી હેરાન કરે છે'
1/4

અનિતા મેં મમ્મી-પપ્પા માટે તો કશું નથી કરી શકી. પણ તું ભણવામાં ધ્યાન આપજે ને આગળ આવજે. મમ્મી-પપ્પા નીચું દેખે એવું કામ ન કરતી. મેં તો હવે જીવીસ તો ભી મમ્મી-પપ્પાને દુઃખ જ આપીશ, એવું લાગે છે એટલે મેં હવે એમને દુઃખી નહીં દેખી શકું એટલે તું સારી રીતે ભણજે અને 11-12 પૂરું કરીને કોલેજ કરી તો કોઈ સારી જગ્યા પર કરજે. નજીકમાં ન કરતી. પપ્પાની બીક ના રાખતી. પપ્પાને કેજે તને જ્યાં ગમે ત્યાં કરજે અને ઉદેપુર તો જતી પણ ના હોય દૂર જતી રેજે. કોલેજ કરવા માટે મેં તો પપ્પાની બીકે કોઈ આગળ બોલી ન શકી તું બોલજે ને સારી જગ્યા પર જજે. આટલું યાદ રાખજે અનિતા. સુમિત તને તો હું છોડીને જવાની ઇચ્છા નથી થતી. આઇ મિસ યુ સુમિત. મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે અને હેરાન ન કરતો. બધાને આઇ મિસ યુ..
2/4

મેં મારા જીવનમાં કેટલું બધું કરીશ તેવું વિચાર્યું હતું, પણ હવે મારા બધા સપના અહીંયા જ પુરા થઈ જશે. હું તો કોલેજ પુરી કરીને બીએડ કરીશ ને ટિચર બનીશ એમ વિચાર્યું તું અને મેં હવે મારું સપનું પણ પુરુ નથી કરી શકી. એટલે મને દુઃખ થાય છે. અને મારી ઇચ્છા એ પણ છે કે મેં પ્રિયાનું બેબી થાય તો મેં મારી જાતે એનું નામ પાડું. મેં તો નામ પણ વિચારી રાખ્યું હતું અને એની સાથે રમીશ અને એને રમાડીશ એવું બધું વિચાર્યું તું. હવે તો એને ચેહરો પણ જોવા નહીં મળે એવું લાગે છે. પણ મારી ઇચ્છા પૂરી કરજે પ્રિયંકા. જે પણ હોય એ એનું નામ પ્રિન્સ પાડજે. મેં આ નામ વિચાર્યું તું. એટલે મને બહુજ ઇચ્છા હતી. મે મારી જાતે નામ પાડીશ એમ એટલે મારી ઇચ્છા તું પૂરી કરજે. પ્રિન્સ નામ પાડજે. પ્લીઝ પ્લીઝ.
Published at : 25 Aug 2016 04:35 PM (IST)
View More





















