શોધખોળ કરો
અરવલ્લી: LRDની પરીક્ષા આપે તે પહેલાં જ ઉમેદવારનું બાઈક અકસ્માતમાં મોત
1/3

ટેટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે જિલ્લાનું નામ સામે આવ્યું ન હતું. એટલું જ નહીં લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે પણ અરવલ્લીમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટીએ 50 જેટલો વધારાની બસો ફાળવી છે.
2/3

રવિવારે યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે માલપુરના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક બાઈક પર સવાર થઈને કપડવંજ જઈ રહ્યો હતો. તે દરમિયાન બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઈક ઝાડ સાથે ટકરાયું હતું. બાઇક ઝાડ સાથે ટકરાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર આવ્યું નથી.
Published at : 06 Jan 2019 10:54 AM (IST)
Tags :
LRD ExamView More




















