શોધખોળ કરો
60 વર્ષના વૃદ્ધ અને 30 વર્ષની યુવતીની એક જ ઘરમાંથી મળી લાશ, અફેરના કારણે હત્યા થઈ હોવાની આશંકા
1/5

હત્યાકાંડમાં ભોગ બનનાર યુવતીને ઓખામાં રહેતા મુસ્લિમ યુવક સાથે સંબંધ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉપરોકત આડા સંબંધ મામલે જ હત્યાકાંડને અંજામ અપાયાની આશંકાના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે એક શકમંદને પણ દબોચીને ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
2/5

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન ભોગ બનનારા પૈકી આરતીબેન બાબાભા માણેક અને સુલેમાન બીલાલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મહિલા રહેણાંક મકાનમાં એકલી જ રહેતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઓખામાં રહેણાંક મકાનમાં જ બે વ્યક્તિની નિર્મમ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી.
Published at : 03 Aug 2018 12:40 PM (IST)
Tags :
Police CheckingView More




















