શોધખોળ કરો
કોડીનારઃ 16 વર્ષીય દીકરી રાતે મિત્રોને મળવા ગઈ, પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી, પણ.....
1/5

પ્રાથમિક તપાસમાં વિમાંશી પર દીપડાએ હોમલો કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે, વન વિભાગે ઈજાના નિશાનના આધારે તેના પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી છે. આ મામલે પોલીસે બે યુવકોની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
2/5

પોલીસને હાથ લાગેલી મોબાઇલ કોલ ડિટેલ પ્રમાણે વિમાંશી રાતે તેની સાથે અભ્યાસ કરતાં યુવકોને મળવા ગઈ હતી. વિમાંશીના શરીર પર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે કોઈએ બળજબરી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડ્યો હતો. જોકે, પરિવારે પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરી છે.
Published at : 06 Nov 2018 04:41 PM (IST)
Tags :
Girl MurderView More





















