ગાંધીનગરઃ GPSC દ્વારા લેવામાં આવેલી પોલીસ ઈન્સ્પેક્ટરના પદ માટેની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને હવે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. કમિશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 395 ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. જે ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષામાં રિચેકિંગ કરાવવા માગતા હોય તેમને યોગ્ય ફી સાથે પરિણામ જાહેર થયાના 15 દિવસની અંદર કમિશનમાં અરજી કરવા માટે પણ જણાવાયું છે.
2/3
આ પરીક્ષામાં સૌથી પહેલા પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી, બાદમાં ફિઝિકલ ટેસ્ટ લેવાઈ હતી. જેમાં ક્વોલિફાય થયેલા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવાનો મોકો મળ્યો હતો. મુખ્ય લેખિત પરીક્ષા પાસ કરનારા 395 ઉમેદવારોને હવે ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. આખરી મેરિટમાં મેઈન્સ અને ઈન્ટર્વ્યુના માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે, અને તેના આધારે જ આખરી પસંદગી કરવામાં આવશે.
3/3
આ ઉપરાંત, ઈન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોના એડ્રેસમાં કોઈ ફેરફાર થયો હોય તો તેની જાણ કરવા પણ કમિશને જણાવ્યું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પહેલી વાર પોલીસ ઈન્સ્પેક્ટરની સીધી ભરતી થઈ રહી છે. અત્યાર સુધી પીએસઆઈને જ પ્રમોશન આપીને પી.આઈ. બનાવવામાં આવતા હતા. પહેલી વાર સીધા પીઆઈ બનવાની તક મળતા યુવાનો આ ભરતીને લઈને ઘણા ઉત્સાહિત હતા.