સુરતની કામરેજ સીટ પર નિલેશ કુંભાણીનું નામ હટાવીને તેની જગ્યાએ અશોક જીરાવાલાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જુનાગઢથી અમિત ઠુમરની જગ્યાએ ભીખાભાઈ જોશીને ટિકિટ આપવામાં આવી છે.
2/4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જારી કરી છે. કોંગ્રેસે સોમવારે મોડીરાત્રે 13 ઉમેદવારોની યાદી જારી કરી છે. આ યાદીમાં 9 નવી સીટના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે 4 સીટ પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે.
3/4
બીજી યાદીમાં 4 ઉમેદવારોને બદલવામાં આવ્યા છે. તેમાં સૂરતની વરાછા સીટ પરથી પ્રફુલભાઈ તોતગડિયાનું નામ હટાવીને તેની જગ્યાએ ધીરૂભાઈ ગજેરાને ટિકિટ આપવામાં આવી છે.
4/4
જ્યારે ભરૂચની સીટ પર પણ ઉમેદવાર બદલવામાં આવ્યા છે. અહીંથી હવે જટેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે જ્યારે પહેલા કિરણ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી.