શોધખોળ કરો
હોમગુજરાતવિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર, ગુજરાત સરકાર બંધ કરશે ST કન્સેશન પાસ, તેના બદલે મળશે ક્યો લાભ? જાણો
વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર, ગુજરાત સરકાર બંધ કરશે ST કન્સેશન પાસ, તેના બદલે મળશે ક્યો લાભ? જાણો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 21 Feb 2017 12:13 PM (IST)
1/7

આ યોજના અમલી બન્યા બાદ વિદ્યાર્થીએ સ્કૂલ-કોલેજ જતી વખતે બસમાં ટિકિટ ખરીદવી પડશે અને તેનું પૂરેપૂરું ભાડું પણ ચૂકવવું પડશે. ભાડા પેટે અપાતી રાહતની રકમ તેના એકાઉન્ટમાં જમા થઈ જશે. જેના માટે વિદ્યાર્થીએ તેના બેન્ક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.
2/7

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પહેલા કરતાં પુરાવારૂપે વધારે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. જેના માટે વિદ્યાર્થીઓએ રહેઠાણનો પુરાવો, સ્કૂલ કોલેજનું પ્રમાણ પત્ર, ઓળખપત્ર, બેન્ક ખાતાની માહિતી વગેરે. અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓ એસટીની 7400 બસમાં મુસાફરી કરે છે. કન્સેશન પેટે 485 કરોડ રૂપિયા સરકાર એસટી નિગમને ચૂકવે છે.
3/7

જોકે સરકારની આ યોજના અન્વયે કેટલાક મુદ્દા અસ્પષ્ટ હોવાનું મનાય છે. જેમ કે, વિદ્યાર્થીને કન્સેશનની રકમ મુસાફરી પહેલા આપવામાં આવશે કે પછી? વિદ્યાર્થી સ્કૂલ-કોલેજે જ ગયો છે કે કેમ તેની ચકાસણી કેવી રીતે કરવામાં આવશે? અને માની લો કે કોઈ વિદ્યાર્થીએ મુસાફરી કરી જ ના હોય અને રાહત આપવામાં આવી હોય તો તેની ચકાસણી કોણ કરશે?
4/7

જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને 82.5 ટકા રાહત આપવામાં આવે છે. વિદ્યાર્થીને અપાતા કન્સેશનની રકમ રાજ્ય સરકાર દ્વારા નિગમને દર વર્ષે ચુકવવામાં આવે છે. ત્યારે હવેથી ડીબીટી યોજના (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના) હેઠળ નિગમને કન્સેશનની રકમ ચૂકવવાના બદલે સરકારે રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય તે માટે પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ અંગેની સત્તાવાર જાહેરાત નાણાં મંત્રી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવશે.
5/7

જો કે આના કારણે વિદ્યાર્થીઓના પોકેટ ખર્ચ પર વધારાનો બોજ નાખશે. યોજનાથી સૌથી વધુ નુકસાન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ માટે એસટી દ્વારા શહેરમાં આવે છે તેમને થશે. ગ્રામીણ વિદ્યાર્થીઓને કન્સેશનમાં 100 ટકા ફ્રી પાસ આપવામાં આવે છે.
6/7

ઉલ્લેખનીય છે કે, એસટીની કુલ 7400 બસોમાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. કારણ કે , દાયકાઓથી ચાલતી વિદ્યાર્થીઓને સીધો લાભ કરાવતી કન્સેશન પાસની સગવડને બંધ કરી એલપીજી સિલિન્ડરોની સબસિડીની જેમ બસના ભાડામાં અપાતી રાહત (કન્સેશન)ની ચુકવણી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.
7/7

ગાંધીનગરઃ આગામી જૂન મહિનાથી એકટે કે શાળા-કોલેજના નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને એસટીમાં અપાતી કન્સેશન પાસની સુવિધા બંધ કરી દેવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જૂન મહિનથી વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડશેજે તેની મૂળ કિંમતે હશે. જોકે વિદ્યાર્થીઓને મળતું કન્સેશન સીધું તેમના બેન્ક ખાતામાં જ જમા કરવાની યોજના છે.
Published at : 21 Feb 2017 10:25 AM (IST)
Tags :
GujaratSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાત
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
ગુજરાત
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
ગુજરાત
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર






















