શોધખોળ કરો
આજે પેટ્રોલપંપ સંચાલકો ઈંધણ નહીં ખરીદે, થઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત
1/4

અમદાવાદઃ પેટ્રોલિયમ ડીલર્સે દ્વારા કમિશન, ઈથેનોલના મિશ્રણ, ટ્રાન્સપોર્ટ ડેન્ટરના ભાવ, શૌચાલય સહિતના મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં ડીલર્સ એસોસિએશન દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. જેને પગલા આજે સમગ્ર દેશમાં ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં. જેના કારણે પેટ્રોલ-ડીઝલની અછત થઈ શકે છે. ઉપરાંત 15 નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં.
2/4

ત્યારબાદ હવે આગળની રણનીતિના ભાગરૂપે ગુરૂવારે રાજ્યના તમામ પેટ્રોલિયમ ડીલર્સ ઈંધણની ખરીદી કરશે નહીં. એક દિવસ માટે રાજ્યના કોઈ પણ પેટ્રોલપંપ માલિક ઈંધણ ખરીદશે નહીં. જેથી પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક હશે ત્યાં સુધી પેટ્રોલનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. પરંતુ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂર્ણ થયા બાદ રાજ્યમાં ઈંધણની અછત જોવા મળી શકે છે.
Published at : 03 Nov 2016 09:54 AM (IST)
Tags :
Petrol And DieselView More





















