શોધખોળ કરો
પોતાની સામે લાગેલા લાંચના આક્ષેપો અંગે હરિભાઈ ચૌધરીએ શું કહ્યું? જાણો વિગત
1/4

થોડા દિવસ પહેલા સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી કહ્યું હતું કે, માંસના વેપારી મોઈન કુરેશી કેસના સાક્ષી સતીશ બાબુ સનાએ કોલસા અને ખાણ-ખનિજ રાજ્ય મંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીને લાંચ આપવામાં આવી છે. આ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જૂન 2018ના પ્રથમ પખવાડિયામાં મોઈન કુરેશી કેસ મામલે હરિભાઈને 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
2/4

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, 26 વર્ષના રાજકરણમાં ઝભ્ભા પર કોઈ દાગ પડવા દીધો નથી. જો આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. હું પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ ફરૂં છું. હું કોઈપણ એવું કામ નહીં કરું જેનાથી બનાસકાંઠા વાસીઓનું માથું ઝૂકે.
Published at : 27 Nov 2018 03:14 PM (IST)
View More





















