ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે ત્યારે બનાસ ડેરીનાં આ નિર્ણયનો સૌથી વધારે ફાયદો બનાસકાંઠા અને આસપાસનાં વિસ્તારનાં ખેડૂતોને થશે. ખેડૂતોને બટાટાનું પૂરું વળતર પણ મળી રહેશે.
2/4
આ અંગે ડેરીનાં ચેરમેન શંકર ચૌધરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેથી આગામી દિવસોમાં બટાટાનું પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમૂહર્ત કરવામાં આવશે. આગામી દિવસોમાં ડેરી દૂધની જેમ હવે ખેડૂતો પાસેથી બટાટાની ખરીદી કરશે. બટાટામાંથી તૈયાર થયેલી પ્રોડક્ટ અમુલ બ્રાન્ડનાં નામે ડેરીમાં બનાવવાનું ચાલુ છે. તેના સારાં પરિણામો મળ્યાં છે. જેથી ડેરીએ હવે પોતાના નામે પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે.
3/4
પાલનપુર: બનાસ ડેરીએ દૂધનાં પ્રતિ કિલો ફેટમાં વધારો કરીને પશુપાલકોને ગણતંત્ર દિવસની ભેટ આપી છે. પ્રતિ કિલો ફેટમાં રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને તા. 1લી ફેબ્રુઆરીથી મળશે. ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકોને પુરતા પ્રમાણમાં ઘાસચારો નહીં મળવાને લઈને ફરિયાદો ઉઠી હતી.
4/4
તેમજ દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં અગાઉ કરવામાં આવેલા ઘટાડાથી પશુપાલકોમાં નારાજગી જોવા મળી હતી. જોકે, બનાસડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં ખુશી ફેલાઈ છે. આ સાથે હવે ડેરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી બટાટાની પ્રોડક્ટ તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે.