શોધખોળ કરો

દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ

દાહોદમાં આરોપી પર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું.  દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરિત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે

દાહોદમાં આરોપી પર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર,  દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરિત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. દાહોદમાં પણ આરોપીએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ  (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો.

જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. દાહોદના  લીમડી- લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઇએ કાર ચલાવી રહેલા PSI કે.ડી.રવ્યાના ગળામાં સીટબેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમાં સવાર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલું રાખ્યું હતું. જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી. જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો  હતો. 

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી

સુરેન્દ્રનગરમાં આરોપીએ પોલીસ પર હુમલો કરતાં સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં પોલીસની ગોળી આરોપીના પગવામાં વાગી હોવાની માહિતી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામે આરોપી દેવરાજ બોરાણાએ ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, આ દરમિયાન PI કોડિયાતરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હતુ. હાલમાં પોલીસકર્મી અને આરોપી બન્નેને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોપીને પોલીસ પર હુમલો કરવો ભારે પડ્યો છે. પોલીસે એક આરોપીને મારામારીના કેસમાં પકડ્યો હતો. શિયાણી ગામે આરોપીએ પોલીસ પર છરીથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. PSIએ સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણા પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દેવરાજ બોરાણાએ હુમલો કરતા પોલીસકર્મીને ઈજાગ્રસ્ત થયો હતો. મારામારીના આરોપીને સાથે રાખી પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. 

પોલીસે મારામારીને કેસમાં દેવરાજ બોરાણા નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી તે દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે સ્વબચાવમાં આરોપીને પગમાં ગોળી મારી હતી. શિયાણી ગામે આરોપીએ પોલીસ પર છરીથી હુમલો કર્યો હતો. મારામારીના આરોપીને સાથે રાખી પોલીસ કરી રહી હતી રિકન્સ્ટ્રક્શન

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget