ભાવનગર: બોલીવૂડના અભિનેતા જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો પાલિતાણા આવ્યા હતા. અહીં તેઓએ વીરપુર રોડ પર આવેલા પેલેસમાં ઉતારો કરીને અલગ-અલગ સ્થળોએ ફિલ્મનુ શુટિંગ પણ કર્યું હતું. આગામી સમયમાં જેકી શ્રોફની ‘રો’ ફિલ્મમાં ભાવનગરના પાલિતાણા પંથકના કેટલાક સીન પણ જોવા મળશે.
2/7
પાલિતાણામાં વીરપુર રોડ પર સ્ટેટનો બંગલો આવેલો છે. આ પેલેસ રાજકોટના મનોહરસિંહ જાડેજાના પૂત્ર માંધાતાસિંહએ ભૂતકાળમાં ખરીદ્યો હતો, તેઓની માલિકીના આ પેલેસમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ઉતારો કર્યો હતો.
3/7
4/7
બોલીવુડના સુપ્રસિદ્ધ લોકપ્રિય અભિનેતાઓ પાલિતાણા આવ્યા હોવાની જાણ થતાં જ ચાહકો તેમની એક ઝલક માટે આખો દિવસ શૂટિંગ સ્થળે ઉમટી પડયા હતા.
5/7
ફિલ્મના દિગ્દર્શક, 200 ક્રૂ મેમ્બર, 50 સ્ટાફ અને ખાનગી સિક્યુરિટી ટીમ સાથે બોલીવુડ સ્ટાર્સ શૂટિંગ માટે વહેલી સવારે પાલિતાણામાં હવામહેલ ખાતે પહોંચ્યા હતા. પેલેસમાં મહારાજા બહાદુરસિંહના મનપસંદ રૂમમાં ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કરાયું હતું.
6/7
અહીં પણ તેઓએ ફિલ્મનું શુટિંગ કર્યું હતું. આજે ભાવનગરમાં પણ શુટીંગ કરવા આવશે. આ આગામી રિલીઝ થનારી ‘રો’ ફિલ્મમાં પાલિતાણા પંથકના કેટલાક સીનસિનેરીઓ પ્રેક્ષકોને જોવા મળશે.
7/7
અહીં આસપાસમાં તેઓને નયનરમ્ય નજારો માણ્યો હતો અને શુટીંગ પણ ઉતારવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ પાલિતાણા નજીક મઢડા ગામમાં પણ ગયા હતા.