કલોલ પોલીસ યુવતી અને યુવતીના ભાઈએ કરેલી ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. જ્યારે પોલીસ યુવતીના પરિવારજનોનું પણ નિવેદન લઈને તપાસ કરી રહી છે. પોલીસ અધિકારી સાયબર સેલનો પણ ઉપયોગ કરીને ફેસબુકમાં ડમી એકાઉન્ટ કોણે બનાવ્યું તે પણ તપાસ કરશે.
2/5
આ અંગે યુવતીના ભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે યુવતીના ભાઈના એક મિત્ર મોન્ટુ પટેલના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી યુવતીની બદનામી થાય તેવા મેસેજ મૂકવા બદલ યુવતીના દિયર સ્વાગત પંચાલ સામે ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
3/5
પરંતુ પતિ તથા સાસરીયાં સાથે ખટરાગ થતાં છેલ્લાં એકાદ વર્ષથી આ યુવતી પોતાના પિયરમાં રહે છે. આ યુવતીને બદનામ કરવાના હેતુથી તેના દિયર સ્વાગત પ્રવિણભાઈ પંચાલે મોન્ટુ પટેલના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી તેણીની સમાજમાં બદનામી થાય તેવા મેસેજ કરતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
4/5
કલોલ તાલુકાનાં સઈજ ગામની હદમાં રહેતી એક યુવતીના લગ્ન આજથી ચારેક વર્ષ અગાઉ ઉંઝા તાલુકાના વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતાં પ્રવિણ કુમાર સોમાલાલ પંચાલના દીકરા હાર્દીક સાથે કરવામાં આવ્યાં હતાં.
5/5
ગાંધીનગર: કલોલ તાલુકાનાં સઈજની હદમાં રહેતી એક પરિણીત યુવતીને બદનામ કરવાના આશયથી બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી તેણીની બદનામી થાય તેવા મેસેજ કરવાની ફરિયાદમાં કલોલ તાલુકા પોલીસ દ્વારા તેણીના મુંબઈ ખાતે રહેતાં દિયર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેની પોલીસ તપાસ કરી રહી છે.