પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે દેશમાં થઈ રહેલા અનેક નિર્ણય દેશને વિશ્વ કક્ષાએ લઈ જશે ત્યારે તમામ વર્ગમાંથી લોકો જોડાઈ રહ્યા છે.
2/4
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ગુજરાત સહિત દેશના નાગરિકોને પાર્ટીમાં જોડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતના જાણીતા કલાકારોએ ભાજપમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું. આજે કમલમ્ ખાતે જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણી, સિંગર ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા ભાજપમાં જોડાઇને ભગવો કેસ ધારણ કર્યો હતો. આ સિવાય દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સુખદેવ ધામેલિયા, અલ્પેશ પટેલ, સંજય સોજીત્રા ભાજપમાં જોડાયા હતા.
3/4
ઉર્વશી રાદડિયાએ જણાવ્યું હતું કે, એક દિશા સૂચક ભારતને આગળ લઈ જવા યુવાનોએ જોડાવું પડશે. આ પહેલેથી ભાજપ સાથે જોડાયેલી છું. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
4/4
ભાજપમાં સામેલ થયા બાદ લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સુરત બેઠક પરથી પોતાના દાવેદારી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, મેં ટિકિટ નહોતી માંગી પરંતુ મને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે તમને ટિકિટ આપવામાં આવશે. જે બાદ તેમણે મર્સિડીઝ અને નેના કારની સ્પીડનું ઉદાહરણ આપ્યું અને કહ્યું અમે કલા જગતના જીવ છીએ. કોઈ કહે તો ના ન પાડી શકે. ભાજપમાં સેવાના અર્થે જ જોડાયા છીએ. હવે આ જે ખેસ છે તે સાચો છે. હું વૃક્ષારોપણ કરવા ગયો ત્યારે પરાણે કોંગ્રેસનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો અને જાહેરાત કરી દીધી હતી કે હું કોંગ્રેસમાં જોડાયો છું. ઘનશ્યામ લાખાણીએ સુરત લોકસભાની કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. લોકસભાની ચૂંટણીમાં લાખાણીએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. પરંતુ ટિકિટ ન મળતા ઘનશ્યામ લાખાણી નારાજ હતા.