અંકિતા પટેલની પૂછપરછમાં તે અંશુમાનને ઓળખતી હોવાનું જણાવ્યું હતું, તેમજ તેની સાથે ભાઈ-બહેન જેવો સંબંધ હોવાનું કબૂલ્યું હતું. જોકે, લોકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે અંશુમાન અનેકવાર પાર્લરમાં આવતો હતો. તેમજ અંકિતા અને અંશુમાનના સંબંધને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
3/6
દિયા બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા મુકેશભાઈ પટેલ પોતાના પતિ સાથે વરધરી રોડ પર જૂના કાળવા રહેતી હતી, પરંતુ તેને અવાર નવાર પોતાના પરિવારજનો સાથે ખટરાગ ચાલતો રહેતો હતો. જેના કારણે તેના પતિ મુકેશે પોતાના ગામ ગોરપુરા લાટ ,ધોળી ડુંગરી રહેવા જવાનો નિર્ણય લીધો હતો.
4/6
5/6
અંકિતા પટેલ નામની યુવતી દિયા બ્યુટી પાર્લરના નામે પાર્લર ચલાવે છે. ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલમાં બાલાસિનોર ખાતે રહેતા અંશુમાન સિંહ નામના યુવકની ગઈ કાલે સાંજે પાર્લરમાંથી લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. અંકિતાએ અંશુમાન સાંજના સમયે અચાનક આવી ગયો હતો. હું બાજુની દુકાનમાં હતી, જેથી મને તેની જાણ નહોતી. હું પાર્લરમાં ગઈ ત્યારે તે લોહીલૂહાણ હાલતમાં પડ્યો હતો.
6/6
મહીસાગરઃ લુણાવાડાના વરધરી રોડ પર આવેલા દિયા બ્યુટી પાર્લરની સંચાલિકા યુવતીએ યુવકની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. અંકિતા પટેલે પાર્લરમાં જ યુવકની હત્યા કરી નાંખી હતી. પહેલા તો યુવતીએ યુવક પાર્લરમાં આવીને ઢળી પડ્યો હોવાનું રટણ કર્યું હતું. જોકે, હવે યુવતીએ જ યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.