ધાનાણીએ આ ગામના લોકો અને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને સહાય આપવાની વાત કરી હતી. માણેકપુરથી ધાનાણી ખત્રીવાડા જવા રવાના થયા હતા.
2/4
ભારે વરસાદના કારણે ઉનાનું માણેકપુર ગામ સંપર્કવિહોણું થયું હતું. માણેકપુર ગામ જતો રસ્તો સંપૂર્ણ ધોવાઇ ગયો છે અને રસ્તા પરનો પુલ જર્જરીત બની જતા ધાનાણી પાણીમાં ચાલીને જર્જરીત પુલ પરથી આ ગામમાં પહોંચ્યા હતા.
3/4
ઉનાના માણેકપુર ગામની મુલાકાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. રાહત કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોમાં લોકોને ભોજન પૂરુ પાડવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે માણેકપુર ગામમાં ધાનાણી ખુદ તાવડા પર બેસી ભજીયા તરવા બેસી ગયા હતા અને ગ્રામજનોને ખવડાવ્યા હતા.
4/4
ઉના: ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઈ છે અને ઘણાં ગામડાંઓ સંપર્કવિહોણા બન્યા છે. વિરામ બાદ સેવાકીય સંસ્થાઓ અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્તોની સહાય માટે પહોંચી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઘણી જગ્યા રૂબરૂ જઈને પરિવારજનોને પણ મળ્યાં હતાં.