આયશર ટ્રકને પાછળ આવી રહેલ વાહને ટક્કર મારતાં જોરદાર અવાજ આવ્યો હતો જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
4/5
રાતે ભચાઉથી નીકળી તમામ લોકો આયસર ટ્રકમાં ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે બેસણામાં જઈ રહ્યા હતાં. ત્યારે આડિસર ચેક પોસ્ટ નજીક રાત્રે બે વાગ્યાની આસપાસ આયસર ગાડીને પાછળથી આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી જેના કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 4 લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતકો એક જ પરિવારના કચ્છના ભચાઉના રહેવાસી હતા.
5/5
રાધનપુર આડિસર ચેકપોસ્ટ પાસે આયસર ટ્રક સહિત ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 35થી વધુ ઘાયલ થયા છે. આ ઉપરાંત 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા મહેસાણા ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતાં જ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતાં. આ તમામ નેસડી ગામે બેસણામાં જતાં હતાં.