શોધખોળ કરો
હાર્દિકના સમર્થનમાં પાટણથી ઉંઝા સુધીની સદભાવના પદયાત્રા, હજારો પાટીદારો જોડાયા
1/4

સદભાવના યાત્રામાં પાટણના 90 ગામના લોકો જોડાયા હતા. તે સિવાય સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર, મહેસાણાથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. યાત્રા પાટણમાં ફર્યા બાદ ઉંઝા ઉમિયા મંદિરે જવા રવાના થશે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.
2/4

મળતી વિગતો અનુસાર, પદયાત્રાની શરૂઆત મા ઉમિયા અને મા ખોડલની આરતી ઉતારીને કરવામાં આવી હતી. સાથે રાષ્ટ્રગીત બાદ મુસ્લિમ બિરાદરોએ શાંતિદૂત સફેદ કબૂતરોને ઉડાડીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં દલિત સમાજ અને ઓબીસી સમાજના લોકો પણ જોડાયા હતા.
Published at : 09 Sep 2018 09:36 AM (IST)
View More





















