કાર પલટી ખાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી છે.
2/5
કાર પલટી ખાતાં કારમાંથી દારૂ અને બિયરના ટીન રસ્તા પર પડ્યા હતાં. અકસ્માત બાદ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. પોલીસે કારમાં સવાર બે લોકોમાંથી એકની ધરપકડ કરી લીધી હતી. એક વ્યક્તિ પોલીસને થાપ આપીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
3/5
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લાલ કલરની એક કારમાં બે કે ત્રણ શખ્સો દારૂ ભરીને જઈ રહ્યા હતાં. જેની બાતમી પોલીસને મળતાં પોલીસે તે કારનો પીછો કર્યો હતો. થરાદ-મીઠા હાઈવે પર પોલીસ કારનો પીછો કરી રહી હતી તે દરમિયાન કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર પલટી કાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
4/5
બનાસકાંઠાના થરાદ-મીઠા હાઈવે પર પોલીસ પીછો કરીને એક દારૂ ભરેલી કારને પકડી પાડી હતી. કારમાં સવાર એક વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી હતી જોકે એક અન્ય વ્યક્તિ ફરાર થઈ ગયો હતો.
5/5
બનાસકાંઠાના થરાદ-મીઠા હાઈવે પર દારૂ ભરેલી એક કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. કાર પલટી ખાતા કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલો રોડ પર વિખેરાય ગઈ હતી.