પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે 1 લાખ અને પાલિકાના પ્રમુખ કમુબેન ઠાકોરે 51 હજાર રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. ડાયરામાં આવેલી ઘોરની રકમની ગણતરી કરવામાં આવી નથી. પરંતુ અંદાજે રૂપિયા 11 લાખ જેટલી ઘોળ રૂપી દાન મળ્યું હોવાનું સમાજના અગ્રણીએ જણાવ્યું હતું.
6/8
ડાયરામાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો પર પૈસા વરસાદ કર્યો હતો. તેમણે અંદાજે રૂપિયા 30 હજારની ઘોળ કરી હોવાનું તેમજ 5 લાખ રૂપિયાના દાનની કન્યા છાત્રાલય માટે જાહેરાત કરી હતી તેવો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
7/8
ડાયરામાં સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીએ મોડી રાત સુધી ગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં સેવાભાવી લોકોએ અંદાજે રૂપિયા 11 લાખથી વધુ પૈસાનો વરસાદ કર્યો હતો. આ ડાયરામાં અલ્પેશ ઠાકોર સહિત લોકોએ ખૂબ જ મજા માણી હતી.
8/8
રાધનપુર: શનિવારે રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો પર મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.