શોધખોળ કરો

ભરૂચઃ નર્મદા નદીને સુકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો કેમ મેદાને પડ્યા, જાણો કારણ

1/4
ભરૂચઃ છેલ્લા ચાર વર્ષથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ભરૂચમાં નદી સુકીભઠ બની ગઈ છે. એક સમયે નદીના પટનો વિસ્તાર 1250 મીટર જેટલો વિશાળ હતો, જે આજે સુકાઇને 500 મીટર જ રહી ગયો છે. પરિણામે હવે નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરી શકે છે.

2/4
નર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે. ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.

3/4
ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના અલખગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, કેવડીયાથી ભાડભુત સુધીના નર્મદા નદીના પટ્ટા પર 200થી વધારે મંદિરો અને આશ્રમો આવેલાં છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યાં પ્રમાણે શિવાલયોમાં નર્મદા મૈયાના પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદા નદી સુકીભઠ બની છે અને નદીમાં દરિયાના ખારા પાણી પ્રવેશી ગયાં છે. તેથી શિવજીના અભિષેક માટે નર્મદા નીર મળતા નથી.

4/4
, ડાઉન સ્ટ્રીમના 300થી વધારે ગામોમાં સિંચાઇના પાણીની સમસ્યા છે. 1.66 લાખ હેકટરના કાર્યક્ષેત્રમાં માંડ 20 થી 25 હજાર હેકટર જમીનને નર્મદા કેનાલના પાણી મળે છે. દરીયાના ખારા પાણી નદીમાં નાંદની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદીના બંને છેડા તરફના 10 કીમીના વિસ્તારમાં ભુર્ગભ જળ ખારા બની ગયાં છે. સરકારે સૌની યોજના, રીવર ફ્રન્ટમાં સી પ્લેન માટે પાણીનો વેડફાટ કરી નાંખતા નર્મદા ડેમમાં પાણી ખલાસ થઇ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget