તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મજૂરી કામ કરતી એક મહિલાને આજે સવારે ત્રીજા સંતાન તરીકે બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકીને મૃત સમજીને જમીનમાં દાટી દેવામાં આવી હોવાનો પ્રાથમિક અહેવાલ આવી રહ્યો છે. જોકે, પાડોશીઓ અને અન્ય લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારમાં સતત ત્રીજી પુત્રીનો જન્મ થયો હોવાથી માતાએ આવું કૃત્ય કર્યું હતું. આ માટે બાળકી મૃત હોવાનું જણાવીને દાટી દીધાની વાત ઉભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલ બાળકી તેમજ તેની માતાની સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2/3
માહિતી પ્રમાણે બાળકીનો જન્મ થતા તેની માતાએ જ ખાડો ખોદીને તેને જમીનમાં દાટી દીધી હતી. આ અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસની સાથે સામાજિક કાર્યકર પણ દોડી આવ્યા હતા. તપાસ કર્યા બાદ બાળકીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. બાળકી જીવિત હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે બાળકીના પિતા હાલ જેલમાં છે.
3/3
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના તળાવ વિસ્તારમાં એક નવજાતને જીવતી જ જમીનમાં દાટી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમાચાર પ્રસરી જતાં જ ચકચાર મચી જવા પામી હતી. જોકે, સામાજિક કાર્યકર અને પોલીસે બાળકીને બચાવી લીધી છે. હાલ હોસ્પિટલ ખાતે બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું છે.