શોધખોળ કરો
અરવલ્લી: લગ્નની કંકોત્રી આપવા જતાં હતા અને બે કાર વચ્ચે થયો અકસ્માત, માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
1/3

બીજી બાજુ મૃતકોમાં લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. જેઓ લગ્નની કંકોત્રી આપવા જતાં હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
2/3

અરવલ્લીના માલપુરના વાવડી ગામ પાસે બે કાર સામ સામે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Published at : 16 Jan 2019 07:39 AM (IST)
View More




















