શોધખોળ કરો
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા અને સ્ત્રી સશક્તિકરણના સંગમથી એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. વસ્ત્ર પ્રસાદની પહેલથી સોમનાથની અનેક સ્થાનિક મહિલાઓ લખપતિ દીદી બની છે.
Somnath Mandir: સોમનાથ મંદિર માટે 2026નું વર્ષ ખૂબ મહત્વનું છે, કારણ કે તે આ મહાન મંદિર પરના પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ છે. જાન્યુઆરી 1026 માં, ગઝનીના મહમૂદે શ્રદ્ધા અને સભ્યતાના આ મહાન પ્રતીકનો નાશ કરવાના ઇરાદાથી આ મંદિરને તોડી પાડ્યું. 6 જાન્યુઆરી, 2026 ના રોજ આ ઘટનાને બરાબર એક હજાર વર્ષ થયા. કેટલાય આક્રમણો છતા આજે આ મંદિર અડિખમ ઉભુ છે અને સોમનાથ મહાદેવ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે.
1/9

તમને જણાવી દઈએ કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
2/9

નોંધનિય છે કે, આ પવિત્ર ભૂમી પર આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. અહીં, સોમનાથ દાદાને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નહીં પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે દેશ-વિદેશમાં રહેતા દાદાના ભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે.
Published at : 09 Jan 2026 01:11 PM (IST)
આગળ જુઓ
Advertisement




















