શોધખોળ કરો
વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક પર કડવા-લેઉઆને લઈને કર્યો પ્રહાર, હાર્દિકે શું આપ્યો જવાબ?
1/5

આ સાથે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન આપ્યું હતું કે, હાર્દિકના નિવેદનથી 2017ની ચૂંટણીમાં કંઇ ફેર ના પડે. આવા તો કંઇક આંદોલન આવીને જતા રહ્યા. રાદડિયાના નિવેદનના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું લેઉવા કે કડવા નથી. હું મા ઉમા-ખોડલનું પાટીદાર સંતાન છું. હું પહેલા કડવા પટેલ હતો, હવે ફક્ત પાટીદાર છું.
2/5

રાદડિયાએ ઉમેર્યું હતું કે, પાટીદાર અનામતની માંગ વ્યાજબી છે. હું પાટીદાર છું અને અનામત મળવી જોઇએ. હાર્દિકનું ફરી ગુજરાત આવવું તેની સાથે મારે કોઇ લેવા દેવા નથી. હાર્દિક લેઉવા પટેલ નથી પરંતુ કડવા પટેલ છે. હાર્દિક પટેલ ખોડલધામ આવે તો પણ મને કોઇ વાંધો નથી. પરંતુ લેઉવા પટેલનું ખોડલધામ છે અને તેના ફંડમાંથી બનાવ્યું છે.
Published at : 19 Jan 2017 09:54 AM (IST)
View More






















