સાંજે હોસ્પિટલની ચિંતામાં થાકેલ ધીરજ કારખાને પહોંચ્યો ત્યારે યુવતીએ તેની સાથે શરીર સંબંધ બાંધવા જબરજસ્તી કરી હતી અને ધીરજે કંટાળાવશના કહીને બંને વચ્ચે માથાકૂટ થઈ જેના ઝપાઝપીમાં ધીરજના હાથમાં રસોડામાં રહેલ કુહાડી આવી ગઈ હતી અને યુવતીના માથે અને ગળાના ભાગે ઘા મારી દેતાં યુવતી ઢળી પડી હતી.
2/6
પુત્રને શારીરિક તકલીફ હોવાથી તે હોસ્પિટલમાં રોજ પુત્રને લઈ જવા મજબુર હતો. આ બનાવના દિવસે કારખાનામાં કોઈ ના હોવાથી મૃતક યુવતીને ધીરજ સાથે સમય વિતાવવો હતો અને ધીરજ હોસ્પિટલના કામમાં હતો. જેના કારણે યુવતીના સતત રણકતા ફોન ધીરજએ અવગણ્યા હતા.
3/6
મૃતક યુવતી જે કારખાનામાં એકાદ વર્ષથી નોકરી કરતી હતી તેને કારખાનાના મેનેજર ધીરજ આહીર સાથે સાતેક મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા પરંતુ મૃતક યુવતી સતત ધીરજને પોતાની પાસે જોવા ઈચ્છતી હતી અને બીજી બાજુ ધીરજ પરણિત પણ હતો અને તેના ઘરે એક પુત્રી ઉપરાંત ચારેક મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો હતો.
4/6
કારખાનામાં મેનેજર તરીકે કામ કરતાં ધીરજ આહીર નામના શખ્શની પોલીસે આ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને આરોપીએ આ હત્યા કર્યાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી અને હત્યામાં વપરાયેલ કુહાડી પણ પોલીસે કબજે કરી છે.
5/6
વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ સુર્યા ઓઈલ અને એગ્રો મિલની ઓફીસના રસોડામાંથી તારીખ 7ના રોજ મોડી સાંજે કારખાનામાં બિલીંગનું કામ કરતી વાંકાનેરની યુવતીનો માથાના ભાગે અને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ વાંકાનેર સીટી પોલીસ દ્વારા કારખાનામાં કામ કરતા ચારેક શખ્શોની પુછતાછ કરી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
6/6
વાંકાનેર: એક જ કારખાનામાં કામ કરતા પ્રેમીએ પ્રેમિકાના ત્રાસથી કંટાળીને કુહાડીનો ઘા ઝીંકી પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કારખાનાના મેનજર એવા આરોપીએ પોલીસ સમક્ષ પોતે કરેલ હત્યાની કબુલાત કરી હતી.