અમદાવાદ: સોમવારે હાર્દિક પટેલનો કથિત વાયરલ વીડિયો અંગે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના કથિત વાયરલ વીડિયો મુદ્દે ભાજપને કંઈ લેવા દેવા નથી. આ મામલે તેણે કોંગ્રેસના નેતાઓને આડે હાથે લીધાં હતા.
2/5
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, નલિયા કાંડ હોય કે કોઈ પણ કાંડ અમે આરોપીને સજા કરી છે. ભાજપ રાજકીય બદલા વાળી પાર્ટી નથી.
3/5
કોંગ્રેસ સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. કથિત વીડિયોમાં દેખાતો વ્યક્તિ સરદાર સાહેબનું DNAના હોઈ શકે. પાટીદાર સમાજ શાણો સમાજ છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર આક્ષેપ કરે છે. આમાં ભાજપને કોઈ લેવા દેવા નથી.
4/5
વધુમાં ભાજપના નેતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, શું કોંગ્રેસના 2 નેતાઓ આ વ્યક્તિના સમર્થનમાં નિવેદન કરી રહ્યા છે. ગુજરાતની અસ્મિતા અને જનતા માટે આઘાતની બાબત છે.
5/5
ભાજપ અગ્રણી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કથિત વાયરલ વીડિયો બહાર પાડનાર હાર્દિક પટેલનો નજીકનો મિત્ર છે. અમે સોશિયલ મીડિયામાં કથિત વીડિયો જોયો છે. ભાજપને આ કથિત વીડિયો સાથે કોઈ લેવા દેવા નથી. આ ઘટના લાંછનરૂપ છે. તેમણે આ તબક્કે કોંગ્રેસના નેતાઓને પણ આડેહાથે લીધાં હતા.