શોધખોળ કરો
જામનગરઃ પરિવાર બહાર ગયુ ને યુવતીએ પ્રેમીને ઘરે બોલાવી સજોડે ખાઇ લીધો ગળાફાંસો, જાણો વિગતે

1/5

ઉદીતાના પિતા કમલેશભાઇ કુરિયર કંપનીમાં કરે છે, તેમને કામ અર્થે મુંબઇ જવાનું થયું, તે દરમિયાન રવિવારે સાતમના દિવસે ઉદીતાએ પ્રેમી જયરાજસિંહને ઘરે બોલાવી કોઇપણ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, બાદમાં ઉદીતાના પરિવારજનો ઘરે આવતાં તેને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. આથી સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
2/5

સજોડે આપઘાત કરી લેનાર ઉદીતાનો ભાઇ અને જયરાજસિંહનો ભાઇ બંને સાથે કચ્છ માતાના મઢે દર્શનાર્થે ગયા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ત્યારે બંનેના પરિવાર વચ્ચે સુમેળ હોવા છતાં પ્રેમીયુગલે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન માટે રાજીપો થયા બાદ જ પ્રેમી પંખીડાના ભાઇ માતાજીના દર્શન કરવા ગયા હતા.
3/5

સજોડે આપઘાત કરનાર ઉદીતા અને જયરાજસિંહ બંનેના પરિવારો બંનેના લગ્ન માટે માની ગયા હતાં અને આગામી દિવસોમાં લગ્ન કરી દેવા તૈયાર હતાં. આમ છતાં બંનેએ અચાનક સજોડે આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.
4/5

માહિતી પ્રમાણે, જામનગર શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે કૈલાશનગર શેરી નં.3 માં રામજીભાઇ ચીખલીયાના કૃષ્ણકુંજ નામના મકાનમાં બે મહીનાથી ભાડે રહેતા કમલેશભાઇ મહેતાની પુત્રી ઉદીતા (ઉ.વ.19)ને આ જ શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રહેતા જયરાજસિંહ દીલીપસિંહ જાડેજા(ઉ.વ.21) નામના યુવાન સાથે છેલ્લાં દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો.
5/5

જામનગરઃ શહેરમાં પ્રેમી પંખીડાએ એકસાથે ઘરમાં જ પંખામાં લટકીને ગળાફાંસો ખાવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે. છોકરીએ તેના પ્રેમી છોકરાને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
Published at : 03 Sep 2018 03:26 PM (IST)
Tags :
Suicideવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
