યુવાનની પૂછપરછ કરતાં યુવતી તેની કઝીન બેન હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતાં પોલીસે પૂછપૂરછ કરતા કારમાંથી અંદાજે 88 હજારના વિદેશી દારૂની 146 બોટલો મળી આવી હતી. જે દરમિયાન તેઓ આ દારૂ દમણથી લઈ આવ્યા હતા અને બંને પાસે વડોદરાની પારૂલ કોલેજના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યું હતું.
3/5
જોકે પૂછપરછ વખતે ભાષા ને કારણે પોલીસને પણ પરસેવો પડી ગયો હતો. પોલીસે એક સ્થાનિક દુભાષિયાની મદદથી બન્નેની પૂછપરછ હાથ ધરી હતી. બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસને બતાવ્યું હતું. તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.
4/5
વલસાડ હાઈવે પર પારડી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે એક શંકાસ્પદ કાર દોડતી દેખાતાં પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો. પોલીસે પારડી નજીક હાઈવે બ્લોક કરી કારને ઝડપી પાડી હતી. પોલીસે તપાસ કરતાં કારમાંથી ઝિમ્બાબ્વેનો એક યુવાન અને એક યુવતી મળી આવી હતી.
5/5
વલસાડ જિલ્લાના પારડી હાઈવે પરથી ઝિમ્બાબ્વેના યુવક અને યુવતી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતાં. બન્ને વડોદરાની પારૂલ કોલેજના વિદ્યાર્થી હોવાના પુરાવા બતાવતાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસને કાફલો આવતાં આસપાસના લોકોનું ટોળું વળી ગયું હતું.