સક્સેનાના જણાવ્યા અનુસાર વરિષ્ઠ અધિકારીઓ અને મેડિકલ ટીમ ઘટનસ્થળએ જવા માટે રવાના થઇ ગઇ છે. અને રેલવે જિલ્લી અધિકારીઓના સંપર્કમાં છે.
4/5
રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઇન્દોર પટના એક્સપ્રેસ 19321 નંબરની ટ્રેનની 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે." આ ઘટના કાનપુર એક ગામડા પાસે પુખરાયાં સ્ટેશનપર બની હતી.
5/5
નવી દિલ્લીઃ યુપીના કાનપુરમાં ઇંદૌર-પટના એક્સપ્રેસ વેના ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. ઘટનામાં 144 લોકોના મોત થયા છે. જ્યારે 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે NDRFની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ છે. વહેલી સવારે 3 વાગ્યાને 10 મિનિટ આસપાસ આ ઘટના બની છે. ટ્રેન દુર્ઘટના બાદ અનેક ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે. રેલવે વિભાગે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જ્યારે રેલવે રાજ્યમંત્રી મનોજસિંહા ઘટના સ્થળે જવા રવાના થયા છે.