Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Wildfires in Los Angeles: પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. આ ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 70 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે, જે હવે ઝડપથી શહેર તરફ ફેલાઈ રહી છે. આ ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 70 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ આગની ઝપેટમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ ઇમારતો આવી ચૂકી છે. લોસ એન્જલસમાંથી આ અકસ્માતની ભયાનક તસવીરો સામે આવી રહી છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગને કારણે ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે.
The death toll from wildfires in the Los Angeles area has risen to 5, according to the Los Angeles County Sheriff's Department. Follow for live updates: https://t.co/SIpSLq6zQJ
— The Associated Press (@AP) January 8, 2025
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, ભારે પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગની ઘટના સૌપ્રથમ મંગળવારે (7 જાન્યુઆરી) ના રોજ નોંધાઈ હતી, જે ત્યારથી ઝડપથી ફેલાઈ રહી છે.
આગને કારણે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગે 5 હજાર એકરથી વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે. આ વિસ્તાર લોસ એન્જલસની પૂર્વમાં, સાંતા મોનિકા અને માલિબુના દરિયા કિનારાના શહેરો વચ્ચે સ્થિત છે. ફિલ્મ, ટેલિવિઝન અને સંગીત ઉદ્યોગના ઘણા સ્ટાર્સ આ સ્થળે રહે છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ચીફ એન્થોની માર્રોનના જણાવ્યા અનુસાર, આગને કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ ઇમારતો નાશ પામી છે.
લોસ એન્જલસના બીજા એક વિસ્તાર પાસાડેના નજીક અલ્તાડેનામાં આગ 2 હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. અહીં જ બે લોકોના મોત થયા છે. લોસ એન્જલસના ઉત્તરપશ્ચિમમાં સાન ફર્નાન્ડો ખીણમાં સિલમારમાં લાગેલી આગ 500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ બધા વિસ્તારોમાં આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ફાયર ચીફ એન્થોનીના મતે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગને કારણે આ વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
આગની ઘટના અંગે વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને આગને કાબૂમાં લેવા માટે કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમ, લોસ એન્જલસના મેયર બાસ અને ઘણી ટીમોના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગને કાબૂમાં લેવા માટે યુએસ ફોરેસ્ટ સર્વિસના 5 મોટા એર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વધુ ટેન્કર મોકલવામાં આવ્યા છે. 10 અગ્નિશામક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા