હરિયાણાના નાણામંત્રી કેપ્ટન અભિમન્યુએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ પર વેટના એક સમાન રાખવા જોઈએ. આમ કરવાથી ગ્રાહકોને રાહત આપી શકાશે. પેટ્રોલ પર સૌથી વધારે વેટ લાગતો હોય તેવા રાજ્યમાં પંજાબનો સમાવેશ થાય છે.
2/4
આ રાજ્યોએ એવો નિર્ણય લીધો કે આ સંબંધમાં એક ઉપ સમિતિ બનાવવામાં આવશે. જે આગામી 15 દિવસમાં એક સમાન ભાવ રાખવા અંગે સૂચન કરશે. બેઠકમાં એવું પણ તારણ નીકળ્યું કે એક સમાન દરથી મોંઘવારી પર નિયંત્રણ રાખી શકાશે.
3/4
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક સમાન ટેક્સ લગાવવા માટે મંગળવારે પાંચ રાજ્યો સહમત થયા હતા. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ આ માટે રાજ્યોના નાણામંત્રીઓની મીટિંગ મળી હતી. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટના સમાન દર રાખવા પર સહમતિ બની હતી.
4/4
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બેઠક બાદ કહ્યું, તેનાથી સરકારની રેવન્યૂ વધશે અને કાળાબજાર પર રોક લાગશે.