EPFO અને ESIC અંતર્ગત કોઈપણ સ્કીમમાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર માટે આધારની જરૂરિયાત નહીં હોય. તેનો સીધો મતલબ થાય છે કે પીએફ બેનેફિટ્સ માટે હવે આધારની જરૂરિયાચ નહીં હોય.
2/4
નેશનલ એન્ટ્રેન્સ ટેસ્ટમાં આધાર નંબર નાખવાની જરૂરિયાત નથી. આ આદેશ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ NEET 2018 માટે આધારની અનિવાર્યતા મામલે સુનાવણી દરમિયાન કહ્યું હતું.
3/4
હવે સિમકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત નથી. મિનિસ્ટ્રીએ બધી ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે સિમકાર્ડ લેનારા શખસ પાસે આધાર નથી તો તેના પર કંપની દબાણ ન કરી શકે. અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ KYC માટે આધાર નંબર માગી રહી હતી. મંત્રાલયે કંપનીઓને પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યૂમેન્ટ્સ દ્વારા પણ KYC કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
4/4
નવી દિલ્હીઃ થોડા સપ્તાહ પહેલા દેશભરમાં એ મૂંઝવણી હતી આધાર સાથે કઈ કઈ વસ્તું જોડવાની છે. હવે તમારે આ વાતને લઈને પરેશાન થવાની જરૂર નથી કારણ કે આધાર પર ચાલી રહેલ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફરજિયાત આધારને ખત્મ કરી દીધું છે. હવે બધી વસ્તુઓને આધાર સાથે જોડવાની જરૂર નથી. જાણો કઈ વસ્તુને હવે તમારે આધાર સાથે જોડવી ફરજિયાત નથી.