Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ. લાજપોર જેલમાં આરોપીને જમવાનું ટિફિન અને વીઆઈપી સુવિધા આપવાના નામે બિલ્ડરના મિત્ર પાસેથી 12 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ.. 20 જુલાઈએ કઠોદરામા રહેતા બિલ્ડર કાળુભાઈ પોશીયાની લસકાણા પોલીસે એક ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારે નકલી જેલર રાજેશ ત્રિવેદીએ કાળુભાઈના મિત્ર અનિલભાઈને ફોન કરીને લાજપોર જેલની ઓળખ આપી. કાળુભાઈને હાઈ સિક્યોરિટીમાં નહીં રાખવા, બહારના ટિફિનની સેવા અને વીઆઈપી બેરેકમાં રાખવા માટે આરોપી રાજેશ ત્રિવેદીએ 12 હજારની માગ કરી હતી. જો કે બાદમાં કાળુભાઈ જેલમાંથી બહાર આવતા તેમના મિત્રએ તમામ હકિકત જણાવી હતી. જે અંગે કાળુભાઈએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી નકલી જેલર રાજેશ ત્રિવેદીની ધરપકડ કરી.



















