રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠકો છે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ, ભાજપને 37 ટકા, કૉંગ્રેસને 51 ટકા અને અન્યને 12 ટકા મત મળવાનું અનુમાન છે. બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ-57, કૉંગ્રેસ-130 અને અન્ય-13 બેઠકો મળવાનો અંદાજ છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદમાં વસુંધરા રાજે 24 ટકા, અશોક ગહેલોત 41 ટકા અને સચિન પાયલોટ 10 ટકા લોકોની પસંદ છે.
2/4
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ, ભાજપને 40 ટકા, કૉંગ્રેસને 42 ટકા અને અન્યને 18 ટકા મત મળવાનું અનુમાન છે. બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ-106, કૉંગ્રેસ-117 અને અન્ય-07 બેઠકો મેળવી શકે છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદમાં શિવરાજસિંહ ચૌહાણ-42 ટકા જ્યોતિરાદિત્ય સિંધિયા-30 ટકા જ્યારે કમલનાથ- 7 ટકા લોકોની પસંદ છે.
3/4
છત્તીસગઢ વિધાનસભાની કુલ 90 બેઠકો છે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ, ભાજપને 39 ટકા, કૉંગ્રેસને 40 ટકા અને અન્યને 21 ટકા મત મળવાનું અનુમાન છે. બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ-33, કૉંગ્રેસ-54 અને અન્ય-03 બેઠકો મળવાનો અંદાજ છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદમાં રમણસિંહ 34 ટકા, અજીત જોગી 17 ટકા અને ભૂપેશ બધેલ 09 ટકા લોકોની પસંદ છે.
4/4
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણ રાજ્યોમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કર્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે. ત્રણેય રાજ્યોમાં શું સ્થિતિ છે તે જોઈએ.