માનવામાં આવતું હતું કે ભારત આ રેસમાં સ્વદેશી ટેંક અર્જુનને ઉતારશે પણ એવુ થયું નથી.આ રમતમાં કુલ 19 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટોપ 4 માટે હવે ફાઇનલ મુકાબલો છે. ભાગ લેનાર ટીમમાં 21 કર્મીઓ હોય છે. તેમા ટીમના મેમ્બર સિવાય એક કોચ અને એક તકનીકી ખામી સુધારનાર ટીમ હોય છે.
2/4
હરિફાઈ ત્રણ રાઉંડમાં હોય છે. પહેલા તમામ ટીમ એકલી-એકલી ઉતરે છે અને પછી 12 ટીમ બીજા રાઉન્ડમાં પહોંચે છે અને તેમાં ટોપ 4 અંતિમ ફાઇનલ રાઉન્ડમાં જીતની રેસ લગાવે છે.
3/4
આ પ્રતિસ્પર્ધાની શરુઆતમાં ભારતીય સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીતનું પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યું હતું. ત્યારે ભારતીય આર્મી માટે આ હરિફાઇનો અંત નિરાશાજનક રહ્યો છે. હવે આ હરિફાઇની રેસમાં રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને ચીન આગળ છે. રેસમાં રશિયા અને કઝાકિસ્તાન T-72B3 ટેન્ક, બેલારુસ T-72 અને ચીન 96B ટેન્ક સાથે સામેલ થયા હતા. ત્યાં ભારતે રશિયા દ્વારા ડિઝાઇન કરેલા T-90 ટેન્ક સાથે ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
4/4
નવી દિલ્લી: રશિયાની રાજધાની મૉસ્કો સ્થિત અલાબીનો રેન્જમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ટેન્ક બેથલૉન 2017માંથી ભારત બહાર થઇ ગયુ છે. ભારત આ રમતમાં T-90 ટેન્ક સાથે ભાગ લેવા ઉતર્યું હતું. પરંતુ આ બન્ને ટેન્કોમાં તકનીકી ખામી આવી જતાં ભારતીય સેના માટે આ હરીફાયનો અંત દૂખદ રહ્યો.