મોદી-શાહ ચા વેચતા હોય તેવી વાયરલ થયા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના જશ્ન મનાવવાની રીત પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિએ એક ટ્વિટ કરીને લખ્યું કે, વડાપ્રધાને તેમના કરિયરની શરૂઆત ખૂબ સામાન્ય રીતે કરી હતી. આજના ઘમંડભર્યા જશ્નમાં મહેનતુ લોકો પ્રત્યેની માનસિકતા સામે આવી ગઈ છે. હુજ તો 24 કલાક જ થયા છે.
2/3
ચૂંટણી પરિણામના દિવસે રાજસ્થાનમાં કોંગ્રેસ તરફનું વલણ સ્પષ્ટ થતાં જ અશોક ગેહલોતે કિટલી લઈ જાતે કાર્યકર્તાઓને ચા પીવડાવી હતી.
3/3
નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી હાર બાદ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ચા વેચતા હોય તેવી તસવીર વાયરલ થઈ છે. કોંગ્રેસના જીત બાદ એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓ દ્વારા મોદી અને શાહને ચા વેચતા દર્શાવાયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સોલાપુરના ધારાસભ્ય પરિણીતિ શિંદે પણ હાજર હતા.