વળી, એરએશિયાએ આ વિશે સ્ટેટમેન્ટ રજૂ કરીને ઉડાનમાં મોડુ થયું હોવાનું સ્વીકાર કરતાં દુઃખ વ્યક્ત કર્યું. કંપનીનું કહેવું છે કે, ટેકનિકલી ખામીને કારણે સાડા ચાર કલાક મોડુ થયું. આની સાથે જ કંપનીએ જાણી જોઇને એસી ફાસ્ટ કરવાના આરોપને ફગાવી દીધો હતો. કંપનીએ કહ્યું કે, એસી ચાલુ કરવામાં વિમાનમાં આવા પ્રૉબ્લમ આવતા રહે છે. તેમને દાવો કર્યો કે બધા પ્રભાવિત યાત્રીઓની પુરેપુરી દેખરેખ કરવામાં આવી છે.
2/5
પોતાની ફેસબુક પ્રૉફાઇલમાં રાયે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમને જણાવ્યું કે ત્યાં બાળકો રડી રહ્યાં હતા અને કેટલીય મહિલા યાત્રીઓને ઉલટીઓ પણ થઇ ગઇ.
3/5
રાયે જણાવ્યું કે, 'તે સમયે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો, આવામાં જ્યારે લોકોએ નીચે ઉતરવા માટે ના પાડી તો વિમાનના કેપ્ટને લોકોને ભગાડવા માટે એસી મશીનને ફાસ્ટ કરી દીધું. આના કારણે વિમાન વાતાવરણ ધૂંધળુ થઇ ગયું અને મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.'
4/5
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક દીપાંકર રાય પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં હતાં. તેમને એરએશિયાના કર્મચારીઓના 'બિનજવાબદાર-અમાનવીય' વ્યવહારની ફરિયાદ કરી. રાયે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મુસાફરોને દોઢ કલાક સુધી વિમાનમાં બેસાડી રખાયા, ત્યારબાદ તેમને ઉતરવા માટે મજબૂર કરાયા હતા.
5/5
નવી દિલ્હીઃ ખાનગી એરલાઇન કંપની એરએશિયા ઇન્ડિયાના પાયલટની વધુ એક કરતૂત સામે આવી છે. એરએશિયાની કોલકત્તાથી બાગડોગરા જઇ રહેલી ફ્લાઇટમાં પાયલટે અમાનવીય વ્યવહાર કર્યો. મુસાફરોને ભગાડવા માટે તેને વિમાનનું એસી ફૂલ કરી દીધુ હોવાની ફરિયાદ સામે આવી છે. આ ફ્લાઇટ ચાર કલાક મોડી ઉડી જેના કારણે મુસાફરોની અને પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ સાથે બોલાચાલી પણ થઇ ગઇ હતી.