શોધખોળ કરો
બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં PM મોદીએ કહ્યું, વિપક્ષના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરશે સરકાર
1/4

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર પહેલા રવિવારે સાંજે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બજેટ, ત્રણ તલાક અને જીએસટી મુદ્દે ચર્ચા થઈ હતી. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, બેઠકમાં વિપક્ષના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને સરકાર તેના પર વિચાર કરશે. બેઠકમાં વિપક્ષા દળોને બજેટ સત્રમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
2/4

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કર્યા બાદ સોમવારે બજેટ સત્રની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા બાદ કોવિંદ પ્રથમ વખત સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.
Published at : 28 Jan 2018 07:12 PM (IST)
View More























