તૃણમુલ, અન્નાદ્રમુક, ટીઆરએસ, સપા, બસપા, બીજેડી હાલમાં કોઈ ગઠબંધનમાં સામેલ નથી અને તેઓ 2019માં સરકારની રચનામાં મોટી ભૂમિકા ભજવી શકે છે તેવું આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
2/4
ભાજપના સાથી પક્ષોને પણ 28 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ભાજપને 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકો મળી હતી જેમાં તેની સહયોગી પાર્ટીઓની 54 બેઠકો હતી. જોકે હાલ ઘણી સહયોગી પાર્ટી ભાજપથી અલગ થઈ ચૂકી છે. બીજી બાજુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસને 63 બેઠકોનો ફાયદો થઈ શકે છે. તેને લગભગ 107 બેઠક મળશે. 2014માં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી.
3/4
કોંગ્રેસની બેઠક ભલે વધે પણ તે બહુમતીનો આંકડો પાર કરી શકશે નહીં. બહુમતી માટે 272 બેઠક જોઈએ છે. આવી સ્થિતિમાં બિનકોંગ્રેસી, બિનભાજપી મોરચો કિંગમેકરની ભૂમિકા ભજવશે.
4/4
વોશિંગ્ટન: અમેરિકી થિન્ક ટેન્કે દાવો કર્યો છે કે, 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપ સરકારને મોટી હારનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, ભાજપ લગભગ 103 બેઠક હારી શકે છે અને તેની પાસે માત્ર 179 બેઠક સુધી આવી શકે છે. આ રિપોર્ટ ભાજપને આંચકો આપનારો છે.