ભાજપ વસુંધરા રાજે સિવાય બીજા કોઇ પર દાવ રમી શકે છે તેવું લાગતું હતું પરંતુ અમિત શાહે તમામ અટકળો પર બ્રેક લગાવી દીધી છે.અમિત શાહે ટ્વીટ કરી કે ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમોના વિસ્તારકો, પાલકો, જિલ્લાધ્યક્ષો, અને જિલ્લા પ્રભારીઓ ભાજપને જંગી બહુમતીથી જીતાડશે.
3/6
રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બે તૃતિયાંશથી વધુ બહુમતી મળી હતી. અત્યાર સુધીમાં રાજસ્થાનમાં એક વાર કૉંગ્રેસ અને એક વાર ભાજપ એમ જીતે છે. તેના કારણે પણ ભાજપ નેતૃત્વ બદલશે એવું લાગતું હતું.
4/6
2003, 2008, અને 2013ની વિધાનસભા ચૂંટણી ભાજપ વસુંધરા રાજેના નેતૃત્વમાં લડ્યો હતો અને 2008 સિવાયની બંને ચૂંટણી જીત્યો હતો. તાજેતરમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ઘનશ્યામ તિવારીએ રાજે સામે બળવો કરીને ભાજપ છોડી દીધો અને નવી પાર્ટીની જાહેરાત કરી તેના કારણે વસુંધરાને બદલાશે તેવી અટકળો ચાલી છે.
5/6
અમિત શાહે કહ્યું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે જ પાર્ટીનું નેતૃત્વ કરશે અને ભાજપને ફરી જીતાડશે તેવો અમને વિશ્વાસ છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ વસુંધરા રાજેને આગળ કરીને ચૂંટણી લડ્યો હતો.
6/6
જયપુરઃ રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર નહીં હોય તેવી વાતો જોરશોરથી ચાલી રહી છે. જો કે મુખ્યમંત્રીપદની દાવેદારી અંગે ચાલી રહેલી અટકળોનો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે અંત લાવી દીધો છે.