ત્યારબાદ પીડિત છોકરી ત્યાંથી જતી રહે છે. 15 અને 16 ઓગસ્ટ 2013ની રાત્રે બાપુએ પીડિત છોકરીને તેમની કુટિયામાં બોલાવી હતી. તે દરમિયાન રસોઈઓ કુટિયામાં એક ગ્લાસ દૂધ લઈને આવ્યો. ત્યારપછી આસારામે ભૂત ઉતારવાના નામે અને પેટમાં દુખાવાનો ઈલાજ કરવાના બહાને તે કર્યું જે તેમણે ન કરવું જોઈએ. પીડિતાએ આસારામ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, બાપુએ દુષ્કર્મ કર્યા પછી પીડિતાને કોઈને આ વાત ન કહેવા માટે પણ ધમકી આપી હતી.
2/7
ત્યાં આસારામે પીડિતાને કહ્યું કે, હું તારુ ભૂત ઉતારી દઈશ. તેણે પીડિતાને પુછ્યું કે તું ક્યા ક્લાસમાં ભણે છે? તેના જવાબમાં પીડિત છોકરીએ કહ્યું, બાપુ હું સીએ કરવા માગુ છું. તો આસારામે કહ્યું કે, સીએ કરીને શું કરીશ. મોટા મોટા અધિકારીઓ મારા પગમાં પડ્યાં રહે છે. તુ બીએડ કરીને શિક્ષીકા બનીજા. તને મારા ગુરુકુળમાં ટીચર બનાવી દઈશ, ત્યારપછી પ્રિન્સીપાલપણ પણ બનાવી દઈશ. હાલ તારા પર ભૂતની અસર છે. તું રાત્રે ફરી પાછી આવજે. હું તારુ ભૂત ઉતારી દઈશ.
3/7
પીડિતાના જણાવ્યાનુસાર 6 ઓગસ્ટ 2013ના રોજ આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતી છોકરીની તબિયત ખરાબ થઈ હતી. તેને પેટમાં દુખાવો થતો હતો. ત્યારે બાબાની એક સાધક શિલ્પીએ આ છોકરી પર ભૂત પ્રેતની અસર હોવાની વાત કરી હતી. શિલ્પીએ પીડિતાને કહ્યું હતું કે, આ ભૂત પ્રેતની અસર આસારામ બાપૂ જ દુર કરી શકશે. 14 ઓગસ્ટે 2013ના રોજ પીડિત છોકરીને આશ્રમમાં આસારામ પાસે લઈ જવામાં આવી હતી.
4/7
આસારામ પર ઝીરો નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી આસારામને જોધપુર કોર્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આસારામ વિરુદ્ધ કલમ 342, 376, 354 એ, 506, 509/34, જેજે એક્ટ 23 અને 26 અને પોક્સો એક્ટની કલમ 8 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારપછી 31 ઓગસ્ટ 2013માં મધ્ય પ્રદેશના ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી.
5/7
જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
6/7
22 નવેમ્બર 2016થી 11 ઓક્ટોબર 2017 સુધી બચાવ પક્ષે 31 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. તે સાથે 225 દસ્તાવેજ જાહેર કર્યા હતા. એસસી એસટી કોર્ટમાં 7 એપ્રિલે દલીલો પૂરી થઈ ગઈ છે અને કોર્ટ હવે 25 એપ્રિલે સજાની સુનાવણી કરશે. પોલીસની ચાર્જશીટમાં આસારામે સગીર છોકરીને સમર્પિત કરીને યૌન શોષણ કર્યો હોવાના દોષિત માનવામાં આવે છે. યુપીના શાહજહાંપુરમાં રહેતી પીડિતાએ આઈપીસી કલમ 164 અંતર્ગત તેનું નિવેદન આપ્યું છે.આવો જાણીએ પીડિતાએ શું નોંધાવ્યું છે તેનું નિવેદન...
7/7
નવી દિલ્હીઃ દુષ્કર્મના કેસમાં આસારાપમને જોધપુરની કોર્ટે દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે પીડિતાએ આસારામ પર ગંભીર આરોપ લગાવ્યા હા. પીડિતાનો આરોપ હતો કે 15 અને 16 ઓગસ્ટ, 2013 દરમિયાન રાત્રે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ, 2013ના રોજ આસારામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.