અનાજના વેપારી હોવા છતાં સંગીતના જીવ એવા ભાવેશ ભાનુશાલીએ જણાવ્યું કે કચ્છમાં પૂજનીય ગોભક્ત, પરોપકારી સંત ઓધવરામજી બાપાનું ભજન આશાજી ગાય એવી મારાં 95 વરસનાં દાદીની અદમ્ય ઇચ્છા હતી
2/4
પણ કચ્છી ગીત માટે પહેલીવાર ભાવેશ ભાનુશાલીએ સંપર્ક કર્યો. પહેલીવાર ગાતા હોઇએ એટલે થોડી તકલીફ થાય પણ ભાષા જેટલી મીઠડી છે એટલા જ એના શબ્દો હૃદયસ્પર્શી છે.
3/4
મને ભજન એટલું પસંદ પડયું હતું કે નાદુરસ્ત તબિયત છતાં રેકોડિંગ માટે ના ન કહી શકી. બીજું, મારી આટલા વરસોની કારકિર્દીમાં મેં પહેલી વાર કચ્છી ભાષામાં ગાયું છે. ગુજરાતીમાં તો ઘણાં ગીતો ગાયાં છે.
4/4
કચ્છઃ ગુજરાતી સહિત દેશની તમામ ભાષામાં ગીતો ગાઈ ચૂકેલાં આશા ભોસલેએ ગુજરાતના જ ખમીરવંતા પ્રદેશ કચ્છના સંત ઓધવરામજી બાપાનું એક ભજન ગાયું છે. કચ્છી ભાષામાં પહેલીવાર ગીત રેકોર્ડ કરાવ્યા બાદ આશા ભોસલેએ કહ્યું કે, હું લંડન-દુબઈની ટૂર પતાવી સીધી રેકોડિંગ સ્ટુડિયોમાં આવી છું.