બસ તળાવમાં ખાબકતા 7ના મોત થયા છે જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
2/2
નવી દિલ્હી: આસામમાં એક ભયાનક રોડ એકસ્માતની ઘટના સામે આવી છે. આસામ રાજ્ય પરિવહન નિગમની બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 7 મુસાફરોના મોત થયા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જાણકારી મુજબ, ગુવાહાટીથી મુકાલવુલા જઈ રહેલી આસામ રાજ્ય પરિવહન નિગમની બસ કાબૂ ગુમાવતા રસ્તા નજીક આવેલા તળાવમાં ખાબકી હતી.