અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી વાજપેયીને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
2/4
રાજીવે એ પછી વાજપેયીજીને અમેરિકા મોકલીને તેમની સારવાર પણ કરાવી હતી અને આ બિમારીથી મુક્ત કરાવ્યા હતા. આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો. ભારતમાં પહેલાં રાજકીય રીતે કેવો માહોલ હતો તેનો આ કિસ્સો એક ઉદાહરણ છે.
3/4
નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજી સાથેનાં સંસ્મરણો સૌ વાગોળી રહ્યા છે ત્યારે જાણીતા પત્રકાર કરણ થાપરે વાજપેયીએ કહેલી એક જૂની વાત યાદ કરી છે.
4/4
જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.