જ્યંત સિંહાએ પોતાની વગનો ઉપયોગ કરીને પોતાનાં પત્નિને ઈન્ફોસિસ જેવી ટોચની કંપનીમાં ડિરેક્ટર બનાવી દીધાં તેવા આક્ષેપો થયા હતા. સિંહા પર સગાવાદના આક્ષેપો થતાં નારાજ થયેલા મોદીએ સિંહાને ઓછું મહત્વનું ખાતું આપીને સંકેત આપી દીધો હતો કે, પોતે આ પ્રકારની પ્રવૃત્તિને સહન કરવા તૈયાર નથી.
2/7
બેંગલોરઃ દેશની ટોચની ઈન્ફર્મેશન ટેકનોલીજી કંપની ઈન્ફોસિસના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) વિશાલ સિક્કાએ રાજીનામું ધરી દીધું તેના કારણે સનસનાટી મચી છે. વિશાલ સિક્કાને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ સાથે વિખવાદ થયો તેના કારણે તેણે રાજીનામું ધરીને સૌને આંચકો આપી દીધો.
3/7
મોદી આ ટી પાર્ટીના કારણે બગડ્યા હતા ને તેમણે સિંહાનું ખાતું બદલી દીધું હતું. જ્યંત સિંહા પહેલાં મોદી સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન હતા પણ પુનિતાએ યોજેલી ટી પાર્ટીના કારણે તેમનું ખાતું બદલી દેવાયું હતું અને તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન બનાવી દેવાયા હતા.
4/7
પુનિતા સિંહાએ દેશના ટોચના બેંક વડાઓને પોતાના ઘેર ટી પાર્ટી માટે બોલાવ્યા હતા ને તેમાં બહારનાં લોકોને પણ નિમંત્રણ અપાયું હતું. ખાનગી કંપનીઓના લોકોને આ રીતે પોતાના ઘેર બોલાવીને પુનિતા સિંહા તથા જ્યંત સિંહાએ જાહેર જીવનના સિધ્ધાંતોનો ભંગ કર્યો હોવાની ભારે ટીકા થઈ હતી.
5/7
પુનિતા સિંહા પેસિફિક પેરાડિગમ એડવાઈઝર્સ નામે પોતાની કંપની ચલાવે છે. પૂનિતા ઈન્ફોસિસમાં ડિરેક્ટર બનાવાયાં તેના કારણે નરેન્દ્ર મોદી પણ નારાજ થયા હતા. અલબત્ત મોદીએ પહેલાં પોતાની નારાજગી નહોતી બતાવી પણ પુનિતા સિંહાએ દેશની ટોચની બેંકોના વડાઓની ટી-પાર્ટી યોજી પછી મોદી બગડ્યા હતા.
6/7
મૂર્તિએ એક રાજકારણી અને કેન્દ્રીય પ્રધાનનાં પત્નિને ઈન્ફોસિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટરનો હોદ્દો આપવા સામે સવાલ ઉઠાવ્યા હતા અને આ રીતે ઈન્ફોસિસ સિધ્ધાંતોનો ભંગ કરી રહી છે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. પૂનિતા સિંહાની નિમણૂકનો સિક્કા તથા ઈન્ફોસિસના બોર્ડ દ્વારા બચાવ કરાયો હતો.
7/7
સિક્કા અને મૂર્તિ વચ્ચેના આ વિખવાદનું એક કારણ ભાજપના એક ટોચના નેતા અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક પ્રધાનની ગ્લેમરસ પત્નિ છે. આ પ્રધાન છે જ્યંત સિંહા અને તેમનાં ગ્લેમરસ પત્નિ છે, પૂનિતા કુમાર સિંહા. પૂનિતાને જાન્યુઆરી 2016માં ઈન્ફોસિસમાં સ્વતંત્ર ડિરેક્ટર નિમવામાં આવ્યાં ત્યારથી વિખાવાદ શરૂ થયો હતો.