મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાના પોલીસ સ્ટેશનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંસુ ગેસના ગોળા મોકલવામાં આવ્યા છે. શ્યોપુરમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં પહેલા ભાજપાના જિલ્લા કોષાધ્યક્ષ નરેશ જિંદલે રાજીનામું આપ્યું છે, બાદમાં ત્રણ પૂર્વ પદાધિકારીઓએ પણ પોતાનું રાજીનામું પાર્ટીને સોંપી દીધું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંત્રીઓને કેબિનેટ બેઠકમાં કહ્યું કે બંધને લઈને કોઈ પણ હિંસા ન થાય, તેના પર નજર રાખો.
2/3
નવી દિલ્હીઃ SC-ST એક્ટમાં સંશોધનની વિરૂદ્ધ સવર્ણોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સવર્ણોના અંદાજે 35 સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મધ્ય પ્રદેશ છે. ઉપરાંત, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને સાવચેતી રાખવામાં આવી છે. મધ્યપ્રદેષના તમામ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેની સાથે 18 જિલ્લામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
3/3
મધ્યપ્રદેશમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને ભિંડ, ગ્વાલિયર, છત્તરપુર, રીવા, શિવપુરી, શ્યોપુર સહિત અહીં ઘણા શહેરોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સવર્ણ સમાજના ઘણા સંગઠન રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમના નિશાન પર બીજેપી અને કોંગ્રેસ બન્ને છે.